બાલ બ્રહ્મચારી શ્રી. હરિલાલ જૈનને દરેક પંથના સાધુમુનીઓ અને અગ્રણીઓ તરફથી પ્રશંસા પ્રાપ્ત થયેલ છે.

બાલ બ્રહ્મચારી શ્રી. હરિલાલ જૈનને દરેક પંથના સાધુમુનીઓ અને અગ્રણીઓ તરફથી પ્રશંસા પ્રાપ્ત થયેલ છે.


પ. પૂ. ગુરુદેવ

"હું જે ભાવ કહું છું તે બરાબર ઝીલીને લખે છે. હિન્દુસ્તાનમાં દીવો લઈને ગોતવા જશો તો ય આવા લખનાર નહિ મળે."

બ્ર. કાંતાબેન (માસ્ટર)

શ્રીમદ ભગવંત બ્રહ્માનંદી ક્ષમા મંદિર


શ્રી સદગુરુ કહાન પ્રભુના આદેશથી જેમણે તત્કાળ બોધ પ્રાપ્ત કરી ગુરુના સર્વ વચનામૃતો જીવંત વીતરાગી બનાવ્યા છે, તે વીતરાગી શીતળ શુદ્ધાત્મ સેવી ધર્માત્મા જ 'હરિ' છે.


વીતરાગી પંચમ પૂજિત ભાવની પરિણતી, તેની નિર્મળ અંજલિ સહીત જ્ઞાયક સમ સ્વભાવનો પૂજન કરે તે વીતરાગી 'હરિ', પુણ્યાદિ ભાવોને હરીને, વીતરાગી મંદિર ધ્રુવ, અચળ, સિધ્ધિના સોપાને શીઘ્ર સિધાવે છે.


વીતરાગી શ્રુત શ્રવણના અવસરે સ્વકાળેજ વીતરાગી આનંદને પ્રાપ્ત તેવા અધિગમ સમકિતી આત્માને નમસ્કાર. શ્રી સંતોની તેમને જ કૃપા મળી છે.


મુંબઈ સમાચાર

ભક્તામરસ્તોત્ર-વિવેચન: દરેક ગાથાને અનુરૂપ ચિત્રો સહિત આ ગ્રંથ ખુબ આકર્ષક છે.


સાહિત્ય કલારત્ન પ. પૂ. આચાર્ય શ્રી વિજય યશોદેવ સૂરીશ્વરજી મ. સા.

તમારા તરફથી ભક્તામરસ્તોત્રનું પુસ્તક મળ્યું છે. આત્માને ઓળખવા માટે પુસ્તક સારું છે. આવા પુસ્તકોનું વાંચન જનતાને મળે તો લાભદાયી નીવડે, પરમાત્મ-સ્વરૂપને ઓળખી શકે.


"સમાધિ મરણ નાની સુની વાત નથી. હરિભાઈએ છેલ્લે સમાધિ મરણ લીધું. આટલી સમાધિ મરણનું કારણ એક જ હતું. આખા જીવનની અંદર જ્ઞાનની ઉપાસના એટલી સતત કરી તેના વડે સ્વાનુભુતી થઇ - આત્મનુભૂતિ થઇ જેને કારણે એમને ભેદ જ્ઞાન થયું. આત્મા અને શરીર વચ્ચેનો વિયોગ જાગૃત થઇ ગયો. એના પરિણામે છેલ્લે સમાધિ મરણ સામે આવીને ઉભું રહ્યું અને સમાધિ પૂર્વક નિકળી ગયા."


"હરિભાઈએ ઘણું લખ્યું છે, ઘણું વાચ્યું છે. તેમના મૃત્યુ પરથી બોધ પાઠ લેવાનો છે કે આખી ઝીંદગીનો છેલ્લો સરવાળો કેટલો સારો આવ્યો."


મુમુક્ષુબેન

'ભક્તામર સ્તોત્ર વિવેચન' માંના ભાવ વાહિ ચિત્ર જોઈ એક મુમુક્ષુબેનને અંતરમાં પ્રભુ મહિમાનો એટલો ઉમળકો આવી ગયો કે તેમણે રૂપિયાનો ખોબો ભરીને આ ચિત્રોને વધાવ્યા.


विदुषी गजाबेन (बाहुबली-कारंजा)

आपका (ब्र. हरिभाई) अभीक्ष्ण ज्ञानोपयोग और जिनवाणी सेवा कौतुकास्पद आहे|


डॉ. हुकमचंद भारिल्ल Ph. D. (जैन समाज के प्रसिध्ध वक्ता)

'क्रमबद्ध पर्याय' के विषय में (ब्र. हरिभाई संपादित) आत्मधर्म पढ़कर तो हमारे ह्रदय कपट खुल गए| ऐसा लगा की हमको कोई अपूर्व खजाना मिल गया, हम कृत्यकृत्य हो गए|